મારી ઉંમરના લોકોને અર્પણ

◼️આપણે છેલ્લા લોકો છીએ જે મોટા ભાગે પોતાના નાના વાળમાં કોપરાનું તેલ લગાવીને સ્કૂલ અને કોલેજ માં જતા હતા અને લગ્નોમાં હજી પણ જઈએ છીએ.

◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે શાહીવાળા ખડિયા કે પેનથી ચોપડી, નોટ, કપડાં અને હાથપગ કાળા-વાદળી કર્યા છે. આપણે સ્લેટ પર સ્લેટ પેનથી લખ્યું છે અને તે સ્લેટ થુંક કે પાણીથી ધોઈ પણ છે. અને તે સ્લેટ પેન ખાધી પણ છે.

◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ટીચરનો માર ખાધો છે અને ઘરમાં તેમની ફરિયાદ કરવા પર પાછો માર ખાધો છે.

◼️આપણે એ છેલ્લા લોકો છીએ જે શેરીના વડીલ લોકોને દૂરથી જોઈને નાકા પરથી ભાગીને ઘરે આવી જતા હતા અને સમાજના મોટા વડીલ અને ઘરડા લોકોની ઈજ્જત છેલ્લી હદ સુધી કરતા હતા.

◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે પોતાના સ્કૂલના સફેદ કેનવાસ બુટ ઉપર ચોકનો ભૂકો લગાવીને ચમકાવ્યા છે.

◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ગોળની ચા પીધી છે, ઘણા લાંબા સમય સુધી સવારે કાળું કે લાલ દંતમંજન કે સફેદ ટુથ પાઉડર વાપર્યું છે અને ક્યારેક ક્યારેક તો મીઠું કે લાકડાના કોલસાથી દાંત સાફ કર્યા છે.

◼️આપણે નક્કી એ જ લોકો છીએ જેમણે ચાંદની રાતે, રેડિયો ઉપર BBC ના સમાચાર, વિવિધ ભરતી, ઓલ ઇન્ડિયા રેડિયો, બીનાકાની ગીતમાલા અને હવામહેલ જેવા પોગ્રામ ખુબ ધ્યાનથી સાંભળ્યા છે. 

અને રવિવારે સવારે ટીવી પર રામાયણ મહાભારત ની મજા માણી છે.

◼️આપણે એ છેલ્લા લોકો છીએ જે સાંજ થતા જ ટેરેસ ઉપર પાણીનો છંટકાવ કરતા હતા અને એ પછી સફેદ ચાદર પાથરીને સુતા હતા. એક સ્ટેન્ડ વાળો પંખો બધાને પવન માટે રાખવામાં આવતો હતો, સવારે સુરજ નીકળ્યા પછી પણ જડ બનીને સુતા રહેતા હતા.

◼️હવે એ સમય બધો વીતી ગયો, ચાદરો હવે નથી પાથરવામાં આવતી, ડબ્બા જેવા રૂમમાં કુલર, એસીની સામે રાત અને દિવસ પસાર થાય છે.

◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે સુંદર સંબંધો અને તેની મીઠાસ વહેંચતા લોકો જોયા છે, જે સતત ઓછા થતા જાય છે.

◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જે રવિવાર કે રજાના દિવસે પિકનિક ને બદલે સગાંવહાલાં અને મિત્રો ના ઘરે મળવા નીકળી જતા. હવે તો સગાંવહાલાંઓને ફક્ત વિડીયો કોલથી મળાય છે.

◼️અને આપણે એ નસીબવાળા લોકો છીએ, જેમણે સંબંધની મીઠાશ અનુભવી છે.

◼️અને આપણે આ દુનિયાના એવા લોકો પણ છીએ જેમણે એક “વિશ્વાસ ના કરી શકાય” એવો નજારો જોયો છે, મહામારીના કાળમાં પરિવારના સંબંધીઓને (પતિ-પત્ની, બાપ-દીકરા, ભાઈ-બહેન વગેરે) એકબીજાને સ્પર્શ કરતા બીતા જોયા છે.

◼️પરિવારના સંબંધીઓની તો વાત જ શું કરવી, માણસને પોતાને પોતાના જ હાથે પોતાના જ નાક અને મોઢાને સ્પર્શ કરવા બીતા જોયા છે.

◼️“અર્થીને” ચાર ખભા આપ્યા વગર સ્મશાન ઘાટ ઉપર જતા જોઈ છે. “પાર્થિવ શરીર”ને દૂરથી જ “અગ્નિ દાહ” આપતા જોયા છે.

◼️આપણે આજે ભારતની એકમાત્ર એ પેઢી છીએ જેમણે મા-બાપ ની વાત પણ માની અને બાળકોની પણ માની રહ્યા છીએ.

◼️લગ્નમાં બુફેમાં ખાવાનો એ આનંદ નથી આવતો જે પંગતમાં બેસીને આવતો, આંગળીના ઈશારે 2 લાડુ અને ગુલાબ જાંબુ, કાજુકતરી લેવી, પુરી તપાસી તપાસીને ગરમ ગરમ લેવી.
પાછળની પંગતમાં ડોકિયું કરીને શું શું આવી ગયું, અને આપણી પંગતમાં શું શું બાકી છે અને જો બાકી છે તો એના માટે બૂમ પાડવી, પાસે બેઠેલા સંબંધીના પત્તરમાં જબરદસ્તી થી પુરી મુકાવવી, રસવાળાને દૂરથી આવતા જોઈને ફટાફટ રસની વાટકી ખાલી કરવી, પહેલી પંગત કેટલી વારમાં ઉભી થશે એ પ્રમાણે બેસવાની પોઝિશન બનાવવી અને છેલ્લે પાણીવાળાને શોધવાનો, આ બધું ઘણું યાદ આવે છે.

◼️એક વાત કહું મિત્રો? ના ન પાડતા મિત્રો, આ મેસેજ જેટલી મરજી હોય એટલા લોકોને મોકલો, કેમ કે આપણી ઉમરના જે લોકો આ મેસેજને વાંચશે તેમને તેમનું બાળપણ ચોક્કસ યાદ આવશે, તે તમારા કારણે પોતાના બાળપણમાં ચાલ્યા જશે, ભલે ને તે થોડીવાર માટે જ કેમ ના હોય, અને એ તમારા તરફથી તેના માટે સૌથી સારી ભેટ હશે.