ખૂબ ગમતાં


કેવા આકાશમાં રમતા
મને તો ખૂબ ગમતાં
ચાંદો, સૂરજ ને તારોડીયાં
ચાંદામામા કેવા ફરતાં
ને ધીરે ધીરે ડગલાં ભરતાં
સુરજદાદા તો ધોમ તપતા
ને સાંજે કેવા પૃથ્વીને નમતા
તારોડીયા તો ટમટમ કરતાં
જાણે રંગોળીની ભાત ભરતાં
કેવા આકાશમાં રમતાં
મને તો ખૂબ જ ગમતાં
ચાંદો, સૂરજ ને તારોડીયા