માણહનું કાવ્ય!


કલકલ વહેતા
ઝરણા
ધરતીની કવિતા.
ભીની-ભીની
વરસાદી સાંજે ખીલેલું
મેઘધનુષ
એ આકાશની કવિતા
હું
પાનખરમાં
કપાય ગયેલ
વૃક્ષના થડમાં
શોધી રહ્યો છું
કવિતા
માણહની..!!