હાઇકુ


દીવો પ્રગટે
ગાઢ અંધકારમાં
તારી ચાહનો
******
ઝળહળે છે
દિલના ગોખમાં આ
પ્રેમનો દીવો
******
ચડે છે નશો
વગર શરાબનો
તારી આંખોનો
******
કાજળ બની
પુરાવા તૈયાર છું
તારી આંખોમાં
******
તમારું હાસ્ય
એજ અમારે મન
કંકુને ચોખા