સ્વપ્નની બારાત


રાતની
તન્હાઈમાં નીકળેલી
મારા સપનાઓની
બારાતમાં
બે વાજિંત્રો સૂર
છેડી રહ્યાં હતાં…
હૃદયનું ધક…ધક
અને
ઘડિયાળનું ટક…ટક