તારા પગલાંની છાપ!!


તારા ચાલ્યા ગયા બાદ….
    તારા પગલાંની છાપ જોતો રહ્યો.
એમજ પાનખર પછીની
     હરિયાળી વસંતને જોતો રહ્યો.
ભૂલવા માથું ને તીવ્ર બને તારી યાદ
     યાદોમાંજ મારું અસ્તિત્વ ખોતો રહ્યો
કળીને કોઈ કહેશો નહિ ફૂલ બને
    ગુલાબ છોડી કંટકો લેતો રહ્યો
મને તારી આંખો કેટલી પ્રિય હતી?
    હવે તસ્વીરમાં આંખો જોતો રહ્યો
કોઈ મને મદિરાનું કહેશો નહિ
    ગમના ઘૂંટ પ્રેમથી પીતો રહ્યો…..!