વિરહ


તારા વિરહમાં આ
        માંદલી રાત માંડ-માંડ
વીતે છે
        ને સવારે
સુરજ નામનો ટપાલી
        પ્રકાશ ના પરબીડિયામાં
તારા સ્મરણના
        સંદેશાઓ લઈને
મારા આંગણે
        દરરોજ ઉભો રહે છે ને
દિવસ અને રાત
        લંબાતા જાય છે ને
જિંદગી ટુંકી થતી જાય છે
આમ ને આમ
         કદાચ…  કદાચ…