શું કરું?


જોજન ને જોજન ચાલુ તોય
રસ્તો ખૂટે નહીં તો શું કરું?
તમારા આ પથ્થર દિલમાં
પ્રેમની કુંપળ ફૂટે નહીં તો શું કરું?
અમારા હૃદયમાંજ પ્રણય નો બાગ છે
કોઈ ફૂલ ચૂંટે નહીં તો શું કરું?
શ્વાસ નો દરિયો ઝાકળ બને
કોઈ શ્વાસ ઘૂંટે નહીં તો શું કરું?
હોઠો તો વર્ષોથી બંધ છે
આંખોથી પણ પૂછે નહીં તો શું કરું?