આવી દિવાળી…..


દિલમાં માનવતાની જ્યોત જાળવો               આવી દિવાળી…..
દુનિયામાં જેનું કોઈ નથી
એવા ગરીબોને દિલમાં અપનાવો                 આવી દિવાળી…..
ભલે છે જિંદગીનો પંથ કંટકનો
એ પંથને ફૂલોથી સજાવો                          આવી દિવાળી…..
બીજાના જીવનબાગની પાનખરમાં
ઉમંગોની લાવો બહારો                            આવી દિવાળી…..
વેર – ઝેરને દુશ્મનાવટ છોડી
નાના મોટા સૌને પ્રેમથી બોલાવો                  આવી દિવાળી…..
રંગોળીના રંગ-બેરંગી રંગોથી
લાગણીનો રંગ બનાવો                             આવી દિવાળી…..
દૂ:ખ દર્દને ગમ ભુલીને
ખુશીનો વાવટો ફરકાવો                             આવી દિવાળી…..