પતંગિયું


કેવું ઉડતું રમતું ને ભમતું
પતંગિયું મને ખૂબ ગમતું રે….
ફૂલો પર  બેસતું ને રસ ચુસ્તું
પતંગિયું મને ખૂબ ગમતું રે….
ફૂલ કેવું ડોલતું, પતંગિયું હિંચકે ઝૂલતું
પતંગિયું મને ખૂબ ગમતું રે….
ફૂલોની સંગ-સંગ રંગમાં રૂમઝૂમતું
પતંગિયું મને ખૂબ ગમતું રે….
ઉડતું ઉડતું એ આકાશે આંબતું
પતંગિયું મને ખૂબ ગમતું રે….