આ નગરમાં (ગઝલ)


એષણાઓ કેટલીય ટળવળે છે આ નગરમાં
ને લાગણીની ચિતા બળે છેઆ નગરમાં
દંભ નો મુખવટો પહેરી, કેમ છો?
કહેતા લોકો સમા મળે છે આ નગરમાં
રણના વહેલા આ ઝાંઝવા
કેવા નીર બની ખળભળે છે આ નગરમાં
ઇચ્છાઓના શ્રીફળ વધેરી નાખે
કોઈનોય ક્યાં પ્રેમ ફાળે છે આ નગરમાં
રોજ સાંજે ‘આવજો’ કહી છટકતો સુરજ
સવાર થતાં જ કેરો ઝળહળે છે આ નગરમાં