સબંધ


મેં જ રચેલી
સબંધોની ઈમારત
જયારે
પત્તાના મહેલની જેમ
જમીનદોસ્ત થઇ ગઈ
ત્યારે
નીચે દટાએલા મારા
ઇચ્છાઓના મૃતદેહને
કોઈએ
લાગણીનું કફન પણ
ઓઢાડ્યું નહિ…!…!…!