તને પામવા માટે….


ક્ષણોની રાખ
મુઠ્ઠીમાં લઈને
જિંદગીની સડક પર
દોડતો રહ્યો છું હું
તને પામવા માટે
મને ખબર છે
કે,
ત્યાં કંટકો પથરાયેલા છે
ને……… કદાચ
સમાજની બે-રહેમ આંધી
આકાશ ને આંબતી
મારી ઇચ્છાઓની ઈમારતને
જમીનદોસ્ત કરી નાખશે
પણ કોઈજ પરવા નથી
તને પામવા માટે
હું દોડતો જ રહીશ
નિરંતર….  ત્યાં સુધી
શ્વાસ ચાલે છે…. ત્યાં સુધી