જિંદગી


સમયના કોસ પર લટકતી જિંદગી
એકાંત ખંડીયેરમાં ભટકતી જિંદગી
શ્વાસ નો સુરજ ઉગે પ્રતિદિન
બરડ થઈને બટકતી જિંદગી
સ્મૃતિની રેતને સ્પર્શતું નથી કોઈ
લાગણીના દોરડે લટકતી જિંદગી
કબરોને કે’શો નહિ વ્યથા ‘આકાશ’ની
પ્રણયના જ પથ પર અટકતી જિંદગી.