બોલ તને શું લખું?


બોલ તને શું લખું?
મૌનના પડધા લખું કે શબ્દોની ધાર લખું?
બોલ તને શું લખું?
ધૂળથી સ્મૃતિ ખરડાશે રેતીમાં પડેલ પગલા લખું?
બોલ તને શું લખું?
આંબાવાડિયું નથી છતાં કોયલના ટહુકા લખું?
બોલ તને શું લખું?
અપેક્ષાઓનું આકાશ વિસ્તરે તોપણ કેટલા ઉમળકા લખું?
બોલ તને શું લખું?
કીનારોતો દુર છે હજુ મૃગજળના દરિયા લખું?
બોલ તને શું લખું?
સબંધોના ઘર ભડકે બળે તો પણ પ્રણયના કિસ્સા લખું?
બોલ તને શું લખું?