તારી આંખોમાં


ઝરણા નું રણ છે તારી આંખોમાં,
સ્નેહ નું કારણ છે તારી આંખોમાં.
                 તારા પગરવ સંભળાય છે મને,
                 સ્થિર ચરણ છે તારી આંખોમાં.
બિંબ ઝંખે છે પ્રતિબિંબને,
દિલનું દર્પણ છે તારી આંખોમાં.
               પ્રિયે, તારા દર્દનું જામ દે મને,
               ગામનું મરણ છે તારી આંખોમાં.