વરસાદી… કાવ્યો


વરસાદ એ
બીજું કઈ નહિ
પણ
આકાશે ધરતીને
લખેલો
લાગણીથી લથબથ
પ્રેમપત્ર… !
*****************
સમણાનાં
ખેતરમાં
વાવ્યું’તું
ચોમાસું ને
ઉગી નીકળ્યું
ઝાકળનું ફૂલ !
*********
દિવસ આખો
વરસાદ ભીંજવે ને
રાત્રે ભીંજવે
તારી યાદ… !
***************
ઘણા લોકો
ભાર ચોમાસે પણ
કોરાકટ હોય છે
ને ઘણા
વગર ચોમાસે
લીલાછમ…!