હાઇકુ


ખળભળે છે
આંખોમાં કિનારાના
બેકાબુ આંસુ
******
મૌન બનીને
નયનના ટોડલે
ટપકે આંસુ
******
ખોબો ભરીને
ચાલો ઉલેચીએ
આંસુની નદી
******
ગમ કે ખુશી
હોય ભલે તો પણ
હાજર આંસુ
******
છે અવાચક
વહેતા આંસુ છતાં
કહેતા ઘણું
******
આંસુ કેટલાં
ઠલવાયા એટલે
ખારો દરિયો !