… એન્ટેના …


જિંદગીની પ્રત્યેક ક્ષણે
તારા સ્મરણ ના પારેવા
મારા હૃદયની
બારી પર ઘૂઘવે છે,
છતાં
આશ્ચર્ય છે કે -
તારા હૃદયના
એન્ટેનામાં
મારી લાગણીનાં
સંદેશા કેમ
ઝીલાતાં નહીં હોય ?