હાઇકુ


આપી છે ભેટ
આંસુની નદીની ને
છતાં અજાણ !
******
અનરાધાર
વરસે વરસાદ
તારી યાદનો
******
આંખો બિછાવી
શણગાર્યો છે રસ્તો
ક્યારે આવશો ?
******
ફૂલોની જેમ
પમર્યા કરે જો ને
આ યાદ તારી
******
ઉડે છે પંખી
દિલની ડાળ પર
તારી યાદના !
******
વરસી પડે
વરસાદની જેમ
આ યાદ તારી.