હાલો ને ભેરૂ


રેતી, છીપલાં ને દરિયામાં તરતી નાવ,
હાલોને ભેરૂ આપણે રમીએ પક્કડ દાવ.
પીંકુ, રીન્કુ, ગુડ્ડી ને સ્મિતા
સ્કુલેથી છૂટીને અમે રોજ રમતા
હાલોને ભેરૂ…
રેતીમાં સ્મૃત્તિનાં પગલા પડતા,
દાવ દેવા અમે પાછળ દોડતા.
હાલો ને ભેરૂ…
સાંજ પડે ને મમ્મી પાસે બોલાવતા,
કોઈનું કહ્યું અમે કાને ના ધરતાં
હાલો ને ભેરૂ…
વાળું કરીને અમે દાદીમાં પાસે દોડતા,
પરીઓની મજાની વાર્તા તેઓ કરતા.
હાલો ને ભેરૂ…