દિવાળી


જે દી’
તમારા હૃદયમાં
જલતો
પ્રેમનો દીવો,
લાગણીનો દીવો,
ઊર્મિઓનો દીવો
વધારે… ને… વધારે
પ્રજ્વલ્લિત બની
બીજાના જીવનનો
અંધકાર
દૂર કરશે
તે દી’
ખરી દિવાળી.