પારિજાત (અછાંદસ કાવ્યો)

રાત્રે આવેલા સપનાએ
વહેલી સવારે
આત્મહત્યા કરી
ને ત્યાં જ એકાએક મારી આંખ
ખુલી ગઈ
ને આંગણા ના બગીચામાં
જોયું તો
પારિજાતના ફૂલ પર
ઝાકળબિંદુ એ શોકસભા ભરેલી !?
          ( ૨ )
મોડી રાત્રે આકાશમાંથી
ખૂબ જ તારા ખર્યા હશે એટલે જ
મારા બગીચામાં
ખીલી ઉઠ્યા
કેટલા બધા પારિજાતના ફૂલ,!
         (૩)
પવનને પારિજાતના ફૂલ સાથે
દોસ્તી કરી લીધી
પછી તો આખો બગીચો
સુગંધથી 
તરબતર થઈ ગયો છે