દરવાજો (મોનો ઈમેજ કાવ્યો,)




 દરવાજો અંદરથી
ખુલે છે કે બહારથી એ બહુ મહત્વનું નથી
મહત્વનું એ છે કે
તે ખુલે તો છે જ ને? 
        (૨)
દરવાજો બંધ કરતી વખતે
કીચૂડ એવો અવાજ
સંભળાય છે તે
દરવાજાની જ વેદના હશે કે
મિજાગરા ની !?
         (૩)
ઢળતી સાંજે
ઘરનો દરવાજો
બંધ હોય ત્યારે
બારી પાસે બેસીને"આકાશ"
નિહાળવાની
મજા જ કંઇક
અલગ હોય છે
ટુકડો આકાશનો જાણે
આખી દુનિયા,,!