સન્નાટો (એક અછાંદસ કાવ્ય)


વહેલી સવારે
મારી બાલ્કની બારીમાંથી
નિહાળી રહ્યો હતો
શહેરના લાંબા લાંબા રોડ અને રસ્તાઓ
બેફામ દોડતા વાહનો
વારંવાર ટ્રાફિક જામ કરી દેતા હતા
તેના કર્કસ અવાજોથી
કાનમાં કંઇક રેડાતું હોય એવું લાગતું હતું,,
લોકોની દોડાદોડી, ફેરિયાઓની ચીસો
આ બધા કોલાહલથી ત્રસ્ત થઈને
બારી બંધ કરી દીધી
કોલાહલ અને શોર બકોર
સાંભળવામાં
કાનને મુક્તિ તો મળી
પણ ભીતર 
ઘર કરી ગયેલો
સન્નાટો યુગોથી
મને અકળાવી રહ્યો છે
તેનો છે કોઈ પાસે ઈલાજ ?