તડકો (મોનો ઈમેજ કાવ્યો)

      (૧)
રવિવારે ઉનાળાની એક બપોરે
લંચ પતાવી ને થોડો આરામ કરવાની ઈચ્છા સાથે
મારા રૂમમાં ઘૂસી આવેલા
તડકા ને રોકવા
દરવાજો બંધ કર્યો
તો તડકાનો એક ટુકડો
બારીમાંથી ઘૂસી ગયો
હવે થાય છે કે
આ તડકાનો ટુકડો ઓઢીને
થોડી ઊંઘ ખેંચી લઉં ?
      (૨)
ચોમાસામાં 
વરસાદમાં ભીંજાવાની
મજા માણવી હોય તો
ઉનાળાનો ધોમધખતો
તડકો પીવો પડે ,,!
      (૩)
અસહ્ય ગરમીથી કંટાળીને
સુરજ ને
એક દિવસ
ટાઢક કરવાનું મન થયું 
અને તેમણે
બપોરે 
દરિયામાં ડૂબકી લગાવી દીધી !