અરીસો (મોનો ઈમેજ કાવ્યો )


         (1)
અરીસામાં મારું જ
પ્રતિબિંબ જોઈને
અનાયાસે જ પૂછી બેઠો
" કેમ છો ?
     (2)
એક આથમતી બપોરે
અરીસામાં જોયું
ચહેરો એકદમ ધૂંધળો
અને અસ્પષ્ટ દેખાયો
કપડાથી અરીસો સાફ કર્યો
છતાં કોઇ જ ફરક ન પડ્યો
ઉપર આકાશ તરફ નજર કરી
જિંદગીનો સૂરજ
ધીરે ધીરે
ડૂબવાની તૈયારીમાં હતો !!
        (3)
વહેલી સવારે
એક પનિહારી
વાવમાં પાણી ભરવા
ગઈ ત્યારે
આખી વાવ 
બની ગઈ અરીસો !!