દરિયો (મોનો ઈમેજ કાવ્યો)

આખો દિવસ સુરજના
તડકાથી અકળાતો
ઘૂઘવતો, કિનારે માથા પછાડીને
તોફાન કરતો દરિયો
રાત થતા જ
ચાંદનીની શીતળતા માં
કેવો ડાહ્યોડમરો
થઈ જાય છે,,!
      (૨)
કિનારે ફરવા આવેલા
યુગલોને
જોઈને દરિયાને પણ
એક સેલ્ફી લેવાનું
મન થઈ ગયું
કિનારા સાથે
એટલે જ માથા પછાડતો હશે !
          (૩)
આ દરિયો
પોતાનું ધાર્યું જ કરે છે
કેટલીયે નદીઓને
પોતાનામાં સમાવીને પણ 
વીફરે ત્યારે
આખા ગામના ગામ
ખેદાનમેદાન કરી નાખે ,,!