બા, ક્યાં...?


રસોઈ માટે
બા, ફળિયામાં સગડી મૂકી
કોલસા ભાંગે 
તે કોલસા ભાંગવાનો 
ઠક ઠક અવાજ છેક રસોડામાં સંભળાય!
પછી દેતવા માટે કોલસાના ટુકડા થી
સગડી ભરે
સગડી ની નીચે.
છાણા ઉપર કેરોસીન નાખી
દીવાસળીથી પ્રગટાવે
પછી તો આખા
ફળિયામાં ધુમાડો ફેલાઈ જાય
ધુમાડાથી આંખો બળે
અને આંખોમાં આંસુ આવી જાય
હવે તો
તે સગડી નથી, કોલસા નથી, કોલસા ભાંગવાનો ઠક ઠક અવાજ નથી,
ધુમાડો નથી,
બા પણ નથી....!

ફક્ત હું જ છું
ને છે પેલા આંસુ...!