* મનોમંથન *

ચાલોને આજે એક નવું બારણું ખખડાવીએ..
તમે કયારેય એ નોંધ લીધી છે કે દુનિયામાં, જિંદગીમાં પ્રતિ વર્ષ બહુ ઝડપથી ઘટતી કોઈ બાબત હોય તો એ છે આત્મીયતા ભર્યા સબંધો.
ક્યારેક આંખ બંધ કરીને આપણાં પોતાને થોડા પ્રશ્નો કરીએ...
- પીઠ પર ધબ્બો મારી *તું* કહેનારા સબંધો કેટલા?
- ફોન કર્યા વગર, સમય લીધાં વગર સીધાં જ કોઈનાં ઘરે જઈ શકાય એવાં સબંધો કેટલાં?
- ⁠કામ વગર, કારણ વગર, ફક્ત મળવાનું મન થયું માટે કે ઉમળકો થયો માટે જઈને મળી શકાય તેવાં સબંધો કેટલાં?
- એક પગલું આગળ, જેનાં ઘરમાં રસોડા સુધી જઈ શકાય અને તાજાં બનતાં દાળ-ભાત ચમચીથી સીધો થાળીમાં લઈને ખાઈ શકાય એવાં ઘર કેટલાં?
- એ આવે ત્યારે પહેરણ અને લેંઘો પહેરીને બેઠા હોઇએ અને પેન્ટ પહેરવાં દોડવું નાં પડે, એવાં મિત્રો કેટલાં?
- એનું કશુક નાં ગમે અને ધડ દઈ શબ્દો ગોઠવ્યાં વગર અસહમત થઈએ અને છતાં બીજી સવારે વાત થાય ત્યારે એની અસર નાં હોય એવાં સબંધ કેટલાં?

આવા રોજબરોજનાં ઘણાં માપદંડ તારવી શકાય, પણ, જો આપણે પૂરતાં પ્રામાણિક હોઈશું તો દરેકનાં જવાબ શૂન્ય કે એકાદ જ આવશે.
એવુ શું થયું આપણાં સબંધોને ? હવે તો એવું વિચારવાનો પણ સમય ક્યાં છે?
સંખ્યા વધી, વિસ્તાર વધ્યો, વ્યાપ વધ્યો પણ અંતરનું ઉડાણ ઘટ્યું. 
તો, હવે?
ચાલોને આજે એક નવું બારણુ ખાખડાવીએ,
કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ,
મળીએ ત્યારે કશુંક લેવાં નહીં પણ કેવળ મળવાં જઈએ,
કદાચ પ્રતિસાદ "નાં" પણ મળે, તો પણ, ચાલને પ્રયાસ તો કરીએ.🌺