ગાંઠ ક્યારે છૂટશે? (એક અછાંદસ કાવ્ય)

 

બાળપણમાં તોફાન કરીએ એટલે 
બા વઢે અને પછી માથા પર હાથ ફેરવતા શિખામણ આપે
છેલ્લે એમ કહે "આ ગાંઠ બાંધી રાખજે!"
ત્યારે એવી કઈ ગાંઠ એવું કશું જ
સમજણનો પડતી
પછી તો જેમ જેમ મોટા થતા ગયા
ને પહેલી ગાંઠ ભુલાતી ગઈ
પછી તો અનાયાસે આપમેળે સંબંધોમાં
ગાંઠો વળવા લાગી,,!
હવે નિવૃત્તિના સમયે
એમ થાય છે કે
સાવ નવરાશની પળો છે અત્યારે
ફળિયામાં ખાટલા ઉપર
બેઠા બેઠા કોશિશ કરું કે
સંબંધોમાં પડેલી આ ગાંઠો
એક પછી એક
છૂટી જાય તો કેવુ ?