દરિયો....!

 તારા પ્રેમના ધોધથી
ઘૂઘવતો દરિયો
જોઈને હું દરરોજ
તેના કિનારે
મોડી સાંજ સુધી
બેઠો રહેતો
કદાચ એકાદું જોરદાર
મોજુ આવે ને
મારા સમગ્ર અસ્તિત્વને
ભીંજવી દે
વર્ષો વીતી ગયા
હવે તો હું જ
કિનારે ખડક થઈને
બેઠો રહું છુ
આટલા બધા વર્ષો પછી
કોઈકે આવીને મારા કાનમાં કહ્યું
આ તો મૃગજળ નો દરિયો છે
તેમાં નાતો ભરતી આવે,
કે ના મોજા ઉછળે
અને હું દિગ્મૂઢ થઈ ગયો....!