*. મુલ્લાં નસરુદ્દીન ની ગધેડા પર સવારી..... !

                                            મુલ્લા નસીરુદ્દીન એમના ગધેડા પર સવાર થઈને મેળો માણવા ગયા.

ભીડમાંથી કોઈ ટીખળીએ સળગતી બીડી ગધેડાની પૂંઠે ચાંપી દીધી. ગભરાયેલો ગધેડો જ્યાં જગ્યા મળી ત્યાં થઈને ભાગવા લાગ્યો.

ભાગતા ગધેડે બેઠેલા મુલ્લાને જોઈને કોઈ પરિચિતે પૂછ્યું, "મુલ્લા, ક્યાં ભાગતા ગધેડે સવાર થઈને જાઇ રહ્યા છો?"

મુલ્લાએ જવાબ આપ્યો, જે અત્યંત માર્મિક હતો "આ સવાલ મને નહીં ગધેડાને પૂછો"

આપણાં બધાનું પણ આવુજ છે, આ દુનિયા એક વિશાળ મેળો છે અને આપણે મેળો માણવા માટે પૃથ્વી પર આવ્યા છીએ.

કમનસીબે આપણે મોહ, માયા, લાલચ, અહંકાર, ઈર્ષ્યા આ બધા અંગોથી બનેલા ગધેડા ઉપર સવાર થયેલા છીએ.

હવે આપણે ક્યાં જઈશું એ વાત આપણાં હાથમાં નથી રહી. આપણાં દુર્ગુણો, દુન્યવી લાલચો, આપણી અંદર રહેલી નાની-નાની વાસનાઓ અને આપણાં કર્મો નક્કી કરશે ત્યાં આપણે ઘસડાવું પડશે.