મારી ઉંમરના લોકોને અર્પણ
◼️આપણે છેલ્લા લોકો છીએ જે મોટા ભાગે પોતાના નાના વાળમાં કોપરાનું તેલ લગાવીને સ્કૂલ અને કોલેજ માં જતા હતા અને લગ્નોમાં હજી પણ જઈએ છીએ.
◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે શાહીવાળા ખડિયા કે પેનથી ચોપડી, નોટ, કપડાં અને હાથપગ કાળા-વાદળી કર્યા છે. આપણે સ્લેટ પર સ્લેટ પેનથી લખ્યું છે અને તે સ્લેટ થુંક કે પાણીથી ધોઈ પણ છે. અને તે સ્લેટ પેન ખાધી પણ છે.
◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ટીચરનો માર ખાધો છે અને ઘરમાં તેમની ફરિયાદ કરવા પર પાછો માર ખાધો છે.
◼️આપણે એ છેલ્લા લોકો છીએ જે શેરીના વડીલ લોકોને દૂરથી જોઈને નાકા પરથી ભાગીને ઘરે આવી જતા હતા અને સમાજના મોટા વડીલ અને ઘરડા લોકોની ઈજ્જત છેલ્લી હદ સુધી કરતા હતા.
◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે પોતાના સ્કૂલના સફેદ કેનવાસ બુટ ઉપર ચોકનો ભૂકો લગાવીને ચમકાવ્યા છે.
◼️આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ગોળની ચા પીધી છે, ઘણા લાંબા સમય સુધી સવારે કાળું કે લાલ દંતમંજન કે સફેદ ટુથ પાઉડર વાપર્યું છે અને ક્યારેક ક્યારેક તો મીઠું કે લાકડાના કોલસાથી દાંત સાફ કર્યા છે.
◼️આપણે નક્કી એ જ લોકો છીએ જેમણે ચાંદની રાતે, રેડિયો ઉપર BBC ના સમાચાર, વિવિધ ભરતી, ઓલ ઇન્ડિયા રેડિયો, બીનાકાની ગીતમાલા અને હવામહેલ જેવા પોગ્રામ ખુબ ધ્યાનથી સાંભળ્યા છે.
અને રવિવારે સવારે ટીવી પર રામાયણ મહાભારત ની મજા માણી છે.
◼️આપણે એ છેલ્લા લોકો છીએ જે સાંજ થતા જ ટેરેસ ઉપર પાણીનો છંટકાવ કરતા હતા અને એ પછી સફેદ ચાદર પાથરીને સુતા હતા. એક સ્ટેન્ડ વાળો પંખો બધાને પવન માટે રાખવામાં આવતો હતો, સવારે સુરજ નીકળ્યા પછી પણ જડ બનીને સુતા રહેતા હતા.
◼️હવે એ સમય બધો વીતી ગયો, ચાદરો હવે નથી પાથરવામાં આવતી, ડબ્બા જેવા રૂમમાં કુલર, એસીની સામે રાત અને દિવસ પસાર થાય છે.
◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે સુંદર સંબંધો અને તેની મીઠાસ વહેંચતા લોકો જોયા છે, જે સતત ઓછા થતા જાય છે.
◼️આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જે રવિવાર કે રજાના દિવસે પિકનિક ને બદલે સગાંવહાલાં અને મિત્રો ના ઘરે મળવા નીકળી જતા. હવે તો સગાંવહાલાંઓને ફક્ત વિડીયો કોલથી મળાય છે.
◼️અને આપણે એ નસીબવાળા લોકો છીએ, જેમણે સંબંધની મીઠાશ અનુભવી છે.
◼️અને આપણે આ દુનિયાના એવા લોકો પણ છીએ જેમણે એક “વિશ્વાસ ના કરી શકાય” એવો નજારો જોયો છે, મહામારીના કાળમાં પરિવારના સંબંધીઓને (પતિ-પત્ની, બાપ-દીકરા, ભાઈ-બહેન વગેરે) એકબીજાને સ્પર્શ કરતા બીતા જોયા છે.
◼️પરિવારના સંબંધીઓની તો વાત જ શું કરવી, માણસને પોતાને પોતાના જ હાથે પોતાના જ નાક અને મોઢાને સ્પર્શ કરવા બીતા જોયા છે.
◼️“અર્થીને” ચાર ખભા આપ્યા વગર સ્મશાન ઘાટ ઉપર જતા જોઈ છે. “પાર્થિવ શરીર”ને દૂરથી જ “અગ્નિ દાહ” આપતા જોયા છે.
◼️આપણે આજે ભારતની એકમાત્ર એ પેઢી છીએ જેમણે મા-બાપ ની વાત પણ માની અને બાળકોની પણ માની રહ્યા છીએ.
◼️લગ્નમાં બુફેમાં ખાવાનો એ આનંદ નથી આવતો જે પંગતમાં બેસીને આવતો, આંગળીના ઈશારે 2 લાડુ અને ગુલાબ જાંબુ, કાજુકતરી લેવી, પુરી તપાસી તપાસીને ગરમ ગરમ લેવી.
પાછળની પંગતમાં ડોકિયું કરીને શું શું આવી ગયું, અને આપણી પંગતમાં શું શું બાકી છે અને જો બાકી છે તો એના માટે બૂમ પાડવી, પાસે બેઠેલા સંબંધીના પત્તરમાં જબરદસ્તી થી પુરી મુકાવવી, રસવાળાને દૂરથી આવતા જોઈને ફટાફટ રસની વાટકી ખાલી કરવી, પહેલી પંગત કેટલી વારમાં ઉભી થશે એ પ્રમાણે બેસવાની પોઝિશન બનાવવી અને છેલ્લે પાણીવાળાને શોધવાનો, આ બધું ઘણું યાદ આવે છે.
◼️એક વાત કહું મિત્રો? ના ન પાડતા મિત્રો, આ મેસેજ જેટલી મરજી હોય એટલા લોકોને મોકલો, કેમ કે આપણી ઉમરના જે લોકો આ મેસેજને વાંચશે તેમને તેમનું બાળપણ ચોક્કસ યાદ આવશે, તે તમારા કારણે પોતાના બાળપણમાં ચાલ્યા જશે, ભલે ને તે થોડીવાર માટે જ કેમ ના હોય, અને એ તમારા તરફથી તેના માટે સૌથી સારી ભેટ હશે.
સાદગી, સમર્પણ, સમજણ
રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી.*
*આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.*
*નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક*
*શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી,* *અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ,* *અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.*
*સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય.*
*સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !*
*પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય..*
*એક દિવસ નીતાને કીધું : "તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું " ?*
*" બસ મજા આવે" !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો...*
*"તમે આ થોડો નાસ્તો ચાખોને " નીતા કહેતી..*
*" ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી""?*
*" બસ, મજા આવે છે" નીતા નો એ જ જવાબ.. અને બને હસતા !*
*એક દિવસ સુકેતુ એ કીધેલું : " હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"*
*" બસ, મજા આવે છે" નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો... એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે..*
*સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.*
*"એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે" જમતાં જમતાં સુકેતુએ કહ્યું*
*" તે હું તમને નથી ગમતી" નીતા એ પૂછ્યું.*
*" ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!" સુકેતુએ કહ્યું.*
*" પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે...*
*નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..*
*એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.*
*સુકેતુ એ પૂછ્યું કે " તમારા માતા પિતા નો ફોટો છે ? "*
*"ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે"... સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો.*.
*પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. " સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!!*
*બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે," બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.*પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું...!*
*ઘણી બધી વાતો થઇ... છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી... પછી શાંતિ છવાઈ ગઈ .*
*સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી... ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો..*
*અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું "ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ"*
*સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..*
*"નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે" સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું "નીતુ" સાંભળવા મળ્યું.*.
*"અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા.*
*સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું..." સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ"!!*
*"બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! " સુકેતુ ભીની આંખે બોલ્યો.*
*બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી..*
*મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને..*
*" હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!"*
*" હા જરૂર " નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..*
*" મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : "તમને આ ભાવશે? ફાવશે ???*
*" હા, અને મજા પણ આવશે " સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!!*
*તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!*
*નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો..*
*ક્યારેક બેસીને વિચારજો કે જિંદગી જીવવા માટે શું જરૂરી છે?*
*જો હમસફર સમજદાર હોય તો સંસાર રૂપી સાગર તરી જવાય છે. રૂપ ના જોશો ગુણ જોજો.*
*કોઈ ના દિલ માં વસો એજ જીવન સાચું. બાકી મસ્કા મારે ને સ્વાર્થ પુરતો સંબંધ એતો દુનિયા નો નિયમ છે.*
*આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : "માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ ". જીંદગી જીવવા માટે એક સાથ હમસફરનો...👌👌*
***. એક ભંગાર વાળા નો સુંદર જવાબ
એક ભંગાર વાળો ભંગાર લેવા નિકળ્યો
ત્યા કોઈએ બોલાવ્યો અને કેટલોક
ભંગાર આપ્યો તેમાંથી થોડાક ભગવાન ના
ફોટા જે ભંગાર વાળા એ પરત કર્યા પેલા પુછ્યું
આ કેમ પાછા આપ્યા ભંગાર વાળા એ કહ્યું
ભગવાન વહેંચવા ની તમારી હેસીયત હશે
પણ મારી એ ખરીદવાની નથી
*** રવિન્દ્રનાથ ટાગોર નું એક કાવ્ય ***
મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.
***. અત્યારની આધુનિક દિવાળી ***
દિવાળી પર ઘણા મેસેજ આવ્યા, પણ કોઈ મહેમાન આવ્યા નહી !
છેલ્લા ચાર-પાંચ દિવસમાં ઘણા મેસેજ આવ્યા પણ કોઈ મહેમાન ન આવ્યા. વિચાર્યું, ડ્રોઈંગ રૂમમાંથી સોફા હટાવી દેવો કે ડ્રોઈંગ રૂમનો કોન્સેપ્ટ બદલીને ત્યાં સ્ટડી રૂમ બનાવવો જોઈએ?
ચાર-પાંચ દિવસથી, મને વ્હોટ્સએપ અને એફબી મેસેન્જર પર મેસેજ ખોલતી વખતે, સ્ક્રોલ કરતી વખતે અને પછી જવાબો માટે ટાઇપ કરતી વખતે મારા જમણા હાથના અંગૂઠામાં દુખાવો થવા લાગ્યો હતો.
સંદેશાઓ આવી રહ્યા છે, અભિનંદન વરસી રહ્યા છે, પણ મહેમાનો ખૂટે છે!
આ આજની દિવાળી છે!
મિત્રો, પાડોશીઓ ઘર છોડીને જાય તો તહેવારો પર મળવાની પરંપરાનો અંત આવી ગયો છે. નવા વર્ષે પણ લોકો એકબીજાને મળવા કરતા પોતાની ગાડી લઈને ફરવા નીકળી જાય છે,, વતન (બાબરા) નાનુ ગામ છે છતાં ત્યાં પણ પરિવર્તનનો વાયરો ફૂંકાઈ ગયો છે,,, અમે જ્યારે નાના હતા ત્યારે દિવાળી અને નૂતન વર્ષ કેવા હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા,,? એ દિવસો યાદ આવે તો મન ઉદાસ થઈ જાય છે! દિવાળી પછી મારો પિત્રાઈ ભાઈ ભાવિન તેમજ મિત્ર અને ગાયક પરેશ મકવાણા ફોનમાં કહેતા હતા કે,, આ વર્ષે અહીં (બાબરા) દિવાળી જેવું કશું દેખાયું જ નહીં,,! કોણ જાણે લોકોને તહેવાર જેવું કશું લાગતું જ નહોતું ,!
શ્રીમંત મિત્રો અને શ્રીમંત સંબંધીઓ નોકર સાથે મીઠાઈઓ અથવા ભેટો મોકલે છે, ઘરે ઘંટડી વાગે છે, પરંતુ તેઓ પોતે આવતા નથી.
હકીકતમાં, ઘર હવે ઘર નથી! ઓફિસના વર્ક સ્ટેશનની જેમ ઘર પણ ઊંઘનું સ્ટેશન છે. દરેક દિવસ માટે એક નિવૃત્ત આધાર! આરામ કરો, ફ્રેશ થાઓ! ઘર હવે ફક્ત પરિવારના સભ્યોનું જ છે! ઘરનો સમાજ સાથે કોઈ સંપર્ક નથી! મેટ્રો યુગમાં સમાજ અને ઘર વચ્ચેનો વાયરો કદાચ તૂટી ગયો હશે!
આપણે સ્વીકારવું પડશે કે આ બાળપણનું ઘર હવે નથી! હવે ઘર અને સમાજ વચ્ચે મોટું અંતર છે.
કોઈપણ રીતે, લગ્ન હવે મેરેજ હોલમાં થાય છે, મેક ડોનાલ્ડ અથવા પિઝા હટમાં જન્મદિવસ ઉજવવામાં આવે છે, માંદગીના કિસ્સામાં, નર્સિંગ હોમમાં કલ્યાણની પૂછપરછ કરવામાં આવે છે અને અંતિમ વિધિ માટે લોકો સીધા સ્મશાનમાં જાય છે.
સાચી વાત તો એ છે કે જ્યારથી ડેબિટ કાર્ડ અને એટીએમ આવ્યા છે, માત્ર મહેમાનો જ નહીં પણ ચોર પણ ઘરમાં નથી આવતા.
હું વિચારું છું કે ચોર આવે તો શું લેશે? ફ્રિજ, સોફા, બેડ, લેપટોપ... ટીવી... ચોર કેટલામાં વેચશે? અરે, OLX દ્વારા પુન:વેચાણ બરબાદ થઈ ગયું છે, શું ચોર કંઈ બચશે? કોઈપણ રીતે, હવે એટીએમમાં રોકડ છે, તેથી જ હોમ ડિલિવરી કરનાર વ્યક્તિ પિઝાની સાથે ડેબિટ મશીન પણ લાવે છે.
સાચી વાત તો એ છે કે હવે એક જ સવાલ બાકી રહ્યો છે ઘરના આર્કિટેકનો!
હા.... ઘરના નકશામાંથી ડ્રોઈંગ રૂમનો ખ્યાલ કાઢી નાખવો જોઈએ?
કૃપા કરીને આ પ્રશ્નનો વિચાર કરો!
હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ!
કઠોર છે પણ સત્ય છે.. કે પછી સત્ય છે એટલે કઠોર લાગે છે..!!
*. મુલ્લાં નસરુદ્દીન ની ગધેડા પર સવારી..... !
મુલ્લા નસીરુદ્દીન એમના ગધેડા પર સવાર થઈને મેળો માણવા ગયા.
ભીડમાંથી કોઈ ટીખળીએ સળગતી બીડી ગધેડાની પૂંઠે ચાંપી દીધી. ગભરાયેલો ગધેડો જ્યાં જગ્યા મળી ત્યાં થઈને ભાગવા લાગ્યો.
ભાગતા ગધેડે બેઠેલા મુલ્લાને જોઈને કોઈ પરિચિતે પૂછ્યું, "મુલ્લા, ક્યાં ભાગતા ગધેડે સવાર થઈને જાઇ રહ્યા છો?"
મુલ્લાએ જવાબ આપ્યો, જે અત્યંત માર્મિક હતો "આ સવાલ મને નહીં ગધેડાને પૂછો"
આપણાં બધાનું પણ આવુજ છે, આ દુનિયા એક વિશાળ મેળો છે અને આપણે મેળો માણવા માટે પૃથ્વી પર આવ્યા છીએ.
કમનસીબે આપણે મોહ, માયા, લાલચ, અહંકાર, ઈર્ષ્યા આ બધા અંગોથી બનેલા ગધેડા ઉપર સવાર થયેલા છીએ.
* મનોમંથન *
ચાલોને આજે એક નવું બારણું ખખડાવીએ..
તમે કયારેય એ નોંધ લીધી છે કે દુનિયામાં, જિંદગીમાં પ્રતિ વર્ષ બહુ ઝડપથી ઘટતી કોઈ બાબત હોય તો એ છે આત્મીયતા ભર્યા સબંધો.
ક્યારેક આંખ બંધ કરીને આપણાં પોતાને થોડા પ્રશ્નો કરીએ...
- પીઠ પર ધબ્બો મારી *તું* કહેનારા સબંધો કેટલા?
- ફોન કર્યા વગર, સમય લીધાં વગર સીધાં જ કોઈનાં ઘરે જઈ શકાય એવાં સબંધો કેટલાં?
- કામ વગર, કારણ વગર, ફક્ત મળવાનું મન થયું માટે કે ઉમળકો થયો માટે જઈને મળી શકાય તેવાં સબંધો કેટલાં?
- એક પગલું આગળ, જેનાં ઘરમાં રસોડા સુધી જઈ શકાય અને તાજાં બનતાં દાળ-ભાત ચમચીથી સીધો થાળીમાં લઈને ખાઈ શકાય એવાં ઘર કેટલાં?
- એ આવે ત્યારે પહેરણ અને લેંઘો પહેરીને બેઠા હોઇએ અને પેન્ટ પહેરવાં દોડવું નાં પડે, એવાં મિત્રો કેટલાં?
- એનું કશુક નાં ગમે અને ધડ દઈ શબ્દો ગોઠવ્યાં વગર અસહમત થઈએ અને છતાં બીજી સવારે વાત થાય ત્યારે એની અસર નાં હોય એવાં સબંધ કેટલાં?
આવા રોજબરોજનાં ઘણાં માપદંડ તારવી શકાય, પણ, જો આપણે પૂરતાં પ્રામાણિક હોઈશું તો દરેકનાં જવાબ શૂન્ય કે એકાદ જ આવશે.
એવુ શું થયું આપણાં સબંધોને ? હવે તો એવું વિચારવાનો પણ સમય ક્યાં છે?
સંખ્યા વધી, વિસ્તાર વધ્યો, વ્યાપ વધ્યો પણ અંતરનું ઉડાણ ઘટ્યું.
તો, હવે?
ચાલોને આજે એક નવું બારણુ ખાખડાવીએ,
કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ,
મળીએ ત્યારે કશુંક લેવાં નહીં પણ કેવળ મળવાં જઈએ,
કદાચ પ્રતિસાદ "નાં" પણ મળે, તો પણ, ચાલને પ્રયાસ તો કરીએ.🌺
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ
(Atom)
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ